Bhavna Bhatt

Tragedy Inspirational Others

3  

Bhavna Bhatt

Tragedy Inspirational Others

આ દુનિયામાં

આ દુનિયામાં

1 min
164


આ દુનિયામાં બહુ લાગણીથી કોઈની ચિંતા કરવી નહીં.. કારણકે એમને આપણી ચિંતા એ વેવલાવેડા લાગે છે અને માથાનો દુઃખાવો લાગે છે.

માટે નાહક ચિંતા કર્યા વગર પ્રભુ સ્મરણ કરવું જોઈએ.

જે તે વ્યક્તિની ચિંતા કરતાં હોઈએ એની પાસે દરેક વસ્તુના રસ્તા હોય છે એમની પાસે એમનાં વિચારો અને એમની આગોતરી તૈયારી હોય છે..

તમારી ચિંતાની એમને મન કોઈ કિંમત નથી હોતી.

આ દુનિયામાં રહેવું હોય તો માપનું બોલવું એવું એમનું માનવું હોય છે.

જો તમે લાગણીશીલ હોવ અને સતત એ લોકોની ચિંતા કરતાં હોવ તો એમને એમ થાય છે કે આ મને સ્ટ્રેસ આપે છે અમને અમારી રીતે જીવવા પણ નથી દેતાં એમ કહીને એ તમારાંથી દૂર ભાગે છે.

આ દુનિયામાં સાચી લાગણી અને સાચાં માણસોની ડગલે ને પગલે ભાવના હડધૂત થાય છે.

આ દુનિયામાં તમારી કિંમત ત્યાં સુધી જ છે... એમની દરેક યોગ્ય અયોગ્ય બાબતમાં એમની હા માં હા મિલાવો ત્યાં સુધી..

જો તમે તમારું મંતવ્ય રજૂ કર્યું તો એમને મન વગર કામની કચકચ છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy