JHANVI KANABAR

Drama Tragedy Inspirational

3  

JHANVI KANABAR

Drama Tragedy Inspirational

અ સ્ટોલન ઇલેક્શન - 2 (રીયુનિયન

અ સ્ટોલન ઇલેક્શન - 2 (રીયુનિયન

7 mins
179


મોહન કેનેગલ કૃત `અ રિયલી સ્ટોલન ઇલેક્શન’ માં જોયું કે, વલ્લભ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (VNIT) એન્જીનીયરીંગ કોલેજની 20th રીયુનિયન પાર્ટી ચાલી રહી હતી.

જેમાં 1994નું ઈલેક્શન - અમિત શર્મા ઉર્ફે લમ્બુ, રોહિત ગુપ્તા ઉર્ફે મચ્છર અને શ્રીનિવાસને શરૂ કરેલી પોતાની એક પાર્ટી `મચ્છર પાર્ટી’ જેનું સ્લોગન રાખવામાં આવ્યું હતું, `ધ બક સ્ટોપ હિયર’ – વિરોધી પાર્ટીના લીડર રાહુલ સિંહ સાથેની ઝપાઝપી – ઈલેક્શનમાં રાહુલ સિંહના દાદાગીરીથી વોટ મેળવવા – `મચ્છર પાર્ટી’ની હાર અને રાહુલ સિંહ જેવા અસામાજિક તત્ત્વની જીત – નિરાશ થવાને બદલે બધુ જ ભૂલીને કારકીર્દિ તરફ ધ્યાન આપવું – આ દરમિયાન શ્રીવાસન અને રીતુ વચ્ચેનો ફિલ્મી પ્રેમ, અમિત અને ગરિમાનો ઉતારચડાવવાળો પ્રેમ અને રોહિતનો રેશમા પ્રત્યેનો એકતરફી પ્રેમ – કોલેજના અંતિમ વર્ષના વાર્ષિક કાર્યક્રમમાં યોજાયેલ ડિબેટમાં રાહુલ સિંહની પાર્ટીનો અશ્વિન અને પોતાની મચ્છર પાર્ટીનો શ્રીનિવાસન વચ્ચેની હરિફાઈ....

આવો જોઈએ.. આ રીયુનિયન પાર્ટીમાં જૂની યાદો જ છે કે કંઈક નવુ બનવાની શક્યતાઓ પણ છે ?

સૌ કોઈ એ સમયને યાદ કરી પોતાની સાથે આવેલા પત્ની તથા સંતાનોને કિસ્સાઓ સંભળાવતા હતા અને એ પળો ફરી માણી રહ્યા હતાં. પાર્ટીના સંચાલક અને કોલેજના સ્ટુડન્ટ અમિત શર્મા આટલા વર્ષે રોહિત ગુપ્તા સાથે કોલેજલાઈફને કોલ્ડ્રીંકના ગ્લાસ સાથે ફરી જીવી રહ્યા હતો.

અમિત એક એન્જિનિયરીંગ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો. તેનો અને ગરિમાનો તડકા-છાયા જેવો કોલેજનો પ્રેમ આજે એકબીજાના જીવનમાં પ્રકાશ પાથરી, સૂર્યની જેમ સ્થાયી થયો હતો, જેમાં અંધકારને કોઈ સ્થાન નહોતું. રોહિતનો રેશમાં પ્રત્યેનો પ્રેમ વન-વે જ રહ્યો હતો, જેના પર કોલેજના ગેટ પર જ પૂર્ણવિરામ મૂકી દેવાયું હતું. એ વાત અલગ હતી કે, રોહિત આજે પણ રેશમાને દિલના કોઈક ખૂણામાં અકબંધ સંભાળીને રાખી હતી જેને કારણે તે સફળ બિઝનેસમેન હતો પરંતુ એકલવાયુ જીવન જીવી રહ્યો હતો.

ઓક્ટોબર 1994ની ઈલેક્શન ટાઈમને વાગોળતા રોહિત અને અમિતની નજર એક વ્હીલચેર અને તેની પાછળ ઊભેલા શ્રીનિવાસન પર પડી. શ્રીનિવાસનને જોઈ આ ટોળકી એક તરફ આનંદની લાગણી અનુભવી રહી હતી, પોતાની અધૂરી ટીમ પૂરી થયાનો સંતોષ અનુભવી રહી હતી તો એક તરફ વ્હીલચેરમાં બેઠેલી વ્યક્તિને જોઈ દયા અને દુઃખ પણ અનુભવી રહી હતી. વાતાવરણને હળવુ કરવા શ્રીનિવાસને મચ્છર પાર્ટી જિંદાબાદ એમ મોટેથી નારો લગાવતા અમિત અને રોહિતને ધબ્બો માર્યો. તેના અવાજથી ઉપસ્થિત અન્ય મહેમાનોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. પછી તો પૂછવું જ શું..? કોલ્ડ્રીંકના ચિયર્સ કરતા ગ્લાસ, ધૂંબામસ્તી અને કોલેજના પ્રોફેસરોની સતામણીના કિસ્સાઓથી રિસોર્ટ ગૂંજી રહ્યો.

`કોલેજના અંતિમ વર્ષમાં યોજાયેલ વાર્ષિક સમારંભમાં ડિબેટ હરિફાઈ યોજાઈ હતી જેમાં રાહુલ સિંહની પાર્ટીનો અશ્વિન અને આપણો શ્રીનિવાસન સામસામે હતા. અશ્વિન જેવા હોશિયાર અને હોનહાર સ્ટુડન્ટને હંફાવી દે તેવી આપણા શ્રીનિવાસનની સ્પીચ હતી.’ રોહિતે ખિલખિલાટ ગર્વાન્વિત થતાં કહ્યું.

`હા યાર ! શું સ્પીચ હતી શ્રીનિવાસનની...! જજીસ તો મોંમાં આંગળા નાખી ગયા હતા...’ અમિતે શ્રીનિવાસનને ખભે હાથ મૂકતા કહ્યું.

`રીયલી પાપા ! તો એનું રિઝલ્ટ શું આવ્યું ? કોણ જીત્યું ? ટ્રોફી કોને મળી...?’ અમિતના આઠ વર્ષના દીકરાએ કુતૂહુલતાથી એકસામટા પ્રશ્નો કરી નાખ્યા.

અમિત હજુ પોતાના દીકરાને જવાબ આપે એ પહેલા આ ખુશનુમા મહેફિલમાં એક જાણીતો અવાજ સંભળાયો. આ અવાજ જાણે કે વર્ષો જૂનો અને હ્રદયમાં વ્યાકુળતા અને ઉચાટ ભરી લાગણી જગાડતો હોય તેવો લાગ્યો. રોહિત, અમિત – ગરિમા અને શ્રીનિવાસનની નજર મહેમાનોની ભીડને ભેદીને સ્ટેજ તરફથી આવતા અવાજ તરફ ગઈ અને આશ્ચર્યથી ત્યાં જ સ્થિર થઈ ગઈ. આ આનંદિત મિત્રોની ટોળકીના મન પર અચાનક ગુસ્સા અને દુઃખની લાગણી જન્માવનારી વ્યક્તિ બીજુ કોઈ નહિ પણ રાહુલ સિંહ હતો.

`હેલો ફ્રેન્ડ્સ ! આઈ એમ રાહુલ સિંહ. ઓલસો સ્ટુડન્ટ ઓફ VNIT’S 1995 batch. એ વાત અલગ છે કે, હું આ રિયુનિયન પાર્ટીમાં આમંત્રિત નથી, પણ મારુ સૌભાગ્ય છે કે, આ રિસોર્ટના માલિક હોવાના કારણે આજે હું મારા જૂના મિત્રોને મળી શક્યો. મને એ કહેવામાં જરા પણ સંકોચ નથી કે, કોલેજમાં મારી છાપ અને ગેરવર્તણૂકને કારણે આજે હું તમારી વચ્ચે આમંત્રિત નથી. એ સમયે મારી આજુબાજુ ફરતા સ્ટુડન્ટ્સ પણ માત્ર મારી ધાક અને ડરને કારણે જ મિત્રતા નિભાવી રહ્યા હતા. આજે મારા જીવનમાં એક પણ સાચો મિત્ર નથી. ધાક અને પૈસાના જોરથી તમે જીહજુરિયા બનાવી શકો, મિત્રો નહિ એ વાત સમજવામાં મારે વર્ષો લાગી ગયા. મને મારા જીવનમાં સજ્જનતા અને મિત્રતાનો અર્થ કોલેજના ચોથા વર્ષમાં જ સમજાઈ ગયો હતો પણ અફસોસ કે ત્યાં સુધીમાં હું ઘણા સારા લોકોને મારી ઉદ્ધતાઈ અને દાદાગીરીથી ખોઈ ચૂક્યો હતો. તો મિત્રો ! આજે હું આ રાહુલ સિંહમાં આવું પરિવર્તન લાવવા માટેનું કારણ અને પાત્રો વિશે જરૂર જણાવા ઈચ્છીશ.’

અમિત, ગરિમા, રોહિત અને શ્રીનિવાસન ફાટી આંખે રાહુલ સિંહ તરફ જોઈ રહ્યા હતા અને તેની વાતો સાંભળી રહ્યા હતા પણ હજુ પણ તેમનું મન માનવા તૈયાર નહોતું કે, આ ભરપૂર પશ્ચાતાપની વાણી રાહુલ સિંહના મુખમાંથી જ વહી રહી છે ! સૌથી વધુ આશ્ચર્ય વ્હીલચેરમાં બેઠેલી એ વ્યક્તિ અનુભવી રહી હતી.

રાહુલ સિંહે વાત આગળ વધારતા કહ્યું,

`એ સમય કોલેજમાં ઈલેક્શનનો માહોલ હતો. હું ત્રીજા વર્ષમાં હતો અને મારી વિરોધી પાર્ટી ચોથા વર્ષના સ્ટુડન્ટ્સ હતા. તેઓ ખૂબ જોશ અને હોશથી તૈયારી કરી રહ્યા હતા. તેમની પ્રામાણિકતા અને ઉત્સાહ સ્ટુડન્ટસના દિલ જીતી રહ્યા હતા. કોલેજમાં તેમની બોલબાલા વધતી જોઈ હું અંદરથી ડરી ગયો હતો. મારુ આધિપત્ય અને ધાકને કોઈ ધક્કો વાગે એ સહી શકુ એમ નહોતો. મેં મારુ પૂરુ જોર લગાવ્યું. પૈસા અને ડરથી વોટ મારી બાજુ કરી લીધા. ગેરરીતિથી મેં ઈલેક્શન જીતી લીધું. મારા અભિમાનને હવા મળી. હું વધુને વધુ ઉદ્ધત થતો ગયો. વિરોધી પાર્ટીના ઉમેદવારોએ કોલેજનું અંતિમ વર્ષ પૂર્ણ કર્યું અને તેઓ પોતાની કારકીર્દિમાં આગળ વધ્યા. હું હવે કોલેજના અંતિમ વર્ષમાં હતો. બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. દુનિયા મારા ઈશારે ચાલતી હોય એવું મને લાગતું હતું, પરંતુ એક ઘટનાએ મારામાં રહેલ રાવણને હંમેશ માટે બાળી નાખ્યો.’

`હું મારા મિત્રો ઉર્ફે જીહજુરિયાઓ સાથે વીકેન્ડ પર ગયો. કાર રાઈડ, લેટ નાઈટ પાર્ટી, ડ્રિંક્સ એન્ડ ઓલ. અમે મિત્રો ડ્રંક હતા અને મને કારરેસ કરવાનું સૂઝ્યુ. મેં મારા મિત્રો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. કોઈનામાં મને ના પાડવાની હિંમત નહોતી. તેમણે પોતાના જીહજુરિયા હોવાનું કર્તવ્ય નિભાવ્યું અને અમે કારરેસ કરવા રેડી થયા. મારી કાર ધમધમાટ રસ્તા પર જઈ રહી હતી. સ્ટીયરીંગ પર મારો જરા પણ કંટ્રોલ નહોતો. લેટ નાઈટ હોવાથી રસ્તો ખાલી જ હતો. એવામાં સામેથી એક કાર આવી રહી હતી. મેં કંટ્રોલ ગુમાવ્યો અને એક્સિડન્ટ થઈ ગયો. મને તો સામાન્ય ઈજા થઈ પરંતુ એક્સિડન્ટને લીધે સામેવાળી કારમાં બેઠેલ કપલને ગંભીર ઈજા થઈ. હું ખૂબ જ ડરી ગયો અને કાર ત્યાં જ મૂકી નાસી ગયો. આજુબાજુના લોકોએ ઈજાગ્રસ્ત પતિ-પત્નીને હોસ્પિટલ પહોંચાડ્યા. પોલીસ કેસ થયો. એ પતિપત્નીની ગવાહી લેવાઈ. કારની ઓળખ થતાં જ હું પકડાઈ ગયો પરંતુ ગુનો હજુ સાબિત થયો નહોતો. એ દિવસથી મારા પોલીસચોકીના ધક્કા વધી ગયા હતા. એક દિવસ મને પોલીસચોકીએ બોલાવી કહેવામાં આવ્યું કે, `તમારી વિરુદ્ધ કમ્પ્લેઈન પાછી લેવાઈ ગઈ છે. નાઉ યુ આર ફ્રી. બટ નેક્સ્ટ ટાઈમ ટેક કેર..’

`હું વિચારતો રહ્યો કે એ પતિ-પત્નીનો આટલો ગંભીર અકસ્માત થયો છતાં તેમણે ફરિયાદ પાછી લીધી કેમ.. મારા સંપર્કસૂત્રો દ્વારા તપાસ શરૂ કરી. મનમાં નક્કી કર્યું કે, મને આમાંથી ઉગારવા અને માફ કરવા બદલ ધન્યવાદ કહીશ અને પગે પડી માફી માંગીશ. છેલ્લા કેટલાય દિવસથી ઉથલપાથલ થયેલ મારી જિંદગીથી હું ઘણું શીખ્યો હતો. આખરે મને એ પતિ-પત્ની વિશે જાણકારી મળી તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ સમયે મારી હિંમત જ ન થઈ કે હું તેમનો સામનો કરું, પણ આજે હું માફી માગવાની તક જવા નહિ દઉં. મને નવજીવન આપનારું તે યુગલ અહીં આપણી વચ્ચે હાજર છે.’

સૌ કોઈ આશ્ચર્યથી હોલમાં આમતેમ નજર ફેરવી રહ્યા અને ગુસપુસ કરી રહ્યા હતા. રાહુલ સિંહ સ્ટેજ પરથી ઊતરી એ યુગલ તરફ આવ્યો અને વ્હીલચેરમાં બેઠેલ એ વ્યક્તિને પગે પડી ગયો. અમિત, રોહિત અને શ્રીનિવાસને તેને ઊભો કર્યો. 

રાહુલે આગળ કહ્યું, `મિત્રો ! મારા કારણે જેનું જીવન આ વ્હીલચેરને આધીન ગયું છે એ આ “રીતુ.. મિસિસ શ્રીનિવાસન”.

`શ્રીનિવાસન, અમિત અને રોહિતની આ ટીમે જ મને ઈલેક્શનમાં હંફાવ્યો હતો. આ એ જ પ્રામાણિક `મચ્છર પાર્ટી’ જેને મેં મારી ગુંડાગીરી, દાદાગીરી અને ગેરરીતિથી હરાવી હતી. મારું કોલેજમાં અંતિમ વર્ષ હતું, તેથી મારી કારકીર્દી અટકે નહિ અને ભવિષ્ય ન બગડે એ માટે શ્રીનિવાસન અને રીતુએ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.’

રાહુલની આંખમાંથી આંસુ વહ્યે જતા હતાં. આજે તેની આજુબાજુ જે ભીડ હતી તે સારા અને સાચા મિત્રોની હતી. અમિત, રોહિત, શ્રીનિવાસન અને ગરિમા તેને સાંત્વન આપતા હતા. વ્હીલચેરમાં બેઠેલ રીતુએ પણ શ્રીનિવાસનને ખભે હાથ મૂકી કહ્યું, `એ માત્ર એક એક્સિડન્ટ હતો. જૂની વાત ભૂલી જા. ત્યારે તારો સ્ટીયરીંગ પર કંટ્રોલ નહોતો પણ આજે તારો કંટ્રોલ છે. સો પ્લીઝ.. બધુ ભૂલીને આગળ વધીએ. અમે તને માફ કર્યો.’

`રાહુલ ! આ રીસોર્ટનો માલિક તો બની ગયો પણ કોઈના દિલનો માલિક બન્યો કે,, હજુ...?’ રોહિત હસતા હસતા બોલ્યો.

`ઓહ યસ ! મેં ત્રણ વર્ષ પહેલા જ મેરેજ કર્યા. આપણી કૉલેજની સ્ટુડન્ટ હતી. વિષય અલગ હતા એટલે ત્યારે અમે એકબીજાને ઓળખતા નહોતા.’ કહી રાહુલે ખિસ્સામાંથી પર્સ કાઢી ફોટો બતાવ્યો. ફોટો જોઈને બધાના હોશ ઊડી ગયા. એ ફોટો રેશમાનો હતો... રોહિતનો વન-વે તો વનવે જ રહી ગયો. રોહિતની સ્થિતિથી વાકેફ એવા બધાએ અચકાતા અચકાતા રાહુલને અભિનંદન પાઠવ્યા. રાહુલે પોતાના સ્ટાફને બોલાવી ગેસ્ટને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવા ઓર્ડર કર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. રોહિતે પોતાના પર્સમાંથી રેશમાનો ફોટો કાઢીને ફાડી ફેંકી દીધો. અમિત અને શ્રીનિવાસને રોહિતને ધબ્બો મારી હાસ્ય રેલાવ્યું.

`બેટા ! એ દિવસે ડિબેટમાં વિનર તારા આ શ્રીનિવાસન અંકલ બન્યા હતા. એમને જ ટ્રોફી મળી હતી.’ અમિતે તેના દીકરાના સવાલનો જવાબ આપતા કહ્યું. ફરીથી રીયુનિયનનો માહોલ જૂની યાદો અને કિસ્સાઓથી મહેંકવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama