11 વર્ષ પહેલાં
11 વર્ષ પહેલાં
કૌશિક 6 મહિને ઘરે આવ્યો હતો. મીના અને કૌશિક ખુબ જ ખુશ હતાં. થોડા દિવસ જતા કૌશિકે મીનાના વર્તનમાં અલગ હાવભાવ દેખ્યાં. કૌશિક થોડો સહેમી ગયો. પણ દિવસે મીના એકદમ નોર્મલ જ. બીજા દિવસથી કૌશિકે રાત્રે મીના ઉપર વધારે ધ્યાન આપવાનું શરુ કર્યું.
દરરોજ કૌશિક મીનાના વર્તનથી અંદરો અંદર મુંઝાયા કરે. પણ કોઇ ને કહી નહોતો શકતો. એક દિવસે કૌશિકે મીનાને પૂછી જ લીધું, " મીના તું રાત્રે કોના જોડે વાત કરે ? કોનો અવાજ આવ્યા જ કરે છે ? કોણ હસે છે ? તું કોના જોડે બેસીને વાતો કરે છે ? રાત્રે કોના માટે જમવાનું બનાવીને ખવડાવે છે ? તારા સામે તો કોઈ જ નથી હોતું તો તું કોના સામે રડે છે ? કોઇ નથી હોતું ત્યાં. મને લાગે છે તારે ડૉક્ટર પાસે જાઉં પડશે. ચાલ હું તને ડૉક્ટર પાસે લઇ જાઉં.
મીના તરત જ કૌશિકને કહે છે, "અરે મને કંઈ નથી થયું. તમને કંઈ ગલતફેમી થઈ છે. આ મહેશકાકા છે. મહેશકાકાના છોકરાએ તેમને નીકાળી દીધા છે. આપણા બાજુમાં જ રહે છે. મહેશકાકા ને મારા હાથનું જમવાનું ભાવે છે. એટલે મહેશકાકા અહીં ખાવા આવે છે. દેખોને કૌશિક આ મહેશકાકા કેટલા ખુશીથી અહીં જમવા બેઠાં છે. મહેશકાકાના ચહેરો સંતુષ્ટ છે."
કૌશિક આમતેમ દેખવા લાગ્યો. કૌશિકને કોઈ જ દેખાતું નહોતું. કૌશિક વારંવાર મીનાની સામે દેખે છે ને ખુબ જ ટેન્શન સાથે હોસ્પિટલમાં ફોન કર્યો. મીના મહેશકાકા ને વિનંતી કરવા લાગી કે, " કાકા તમે કૌશિક ને કહો ને મને કંઈ જ નહીં થયું. મને મેન્ટલ હોસ્પિટલમાં મોકલે છે. કાકા." કહી મીના જોર જોરથી રડવા લાગી.
કૌશિક મીનાની હાલત દેખી ને ખુબ જ દુઃખી થાય છે. પણ મીના માટે કૌશિકને આ પગલું ઉઠાવવું પડશે. મીના ખુબ જ ઉમીદ સાથે મહેશકાકા સામે દેખે છે. પણ મહેશકાકાના આંખમાં આંસુ સાથે બસ એમ જ બોલ્યા કે, " બેટા મેં તો 11 વર્ષ પહેલા જ મારા શરીરનો ત્યાગ કરી લીધો છે. "
એટલામાં જ હોસ્પિટલમાંથી ગાડી આવી ગઈ. અને મીનાને લઈ જાય છે. મીના એકીટસે બસ નજર મહેશકાકાની સામે જ દેખ્યાં કરે છે.
