યુદ્ધ શા માટે ?
યુદ્ધ શા માટે ?
જંગે ચડે બે રાજાઓ જ્યારે,
કરે એક બીજા સાથે લડાઈ,
કરે દેશ પર ચડાઈ,
જંગ જીતવા એકબીજાને છેતરે,
કરે દેશનો કચ્ચર ઘાણ,
સંતાનો માતપિતા વિહીન બને,
તો ક્યારેક માતપિતા બને સંતાન વિહીન,
યુદ્ધ છે સમયની બરબાદી,
નાશ કરે એ સારી આબાદી,
જમીનદોસ્ત બને આ ઘરને બંગલા,
માનવી આશરા વિહોણા થાય,
પંખી પણ ભયભીત બને,
બેસે માળામાં ભરાઈ,
આ ખેતરોમાંનાં ઊગે અનાજ સરખું,
ખેડૂત ખેતર વિહોણા થાય,
અસર રહે લાંબા ગાળા સુધી અણું શસ્ત્રોની,
હિરોશિમા નાગાસાકી છે ઉતમ ઉદાહરણ,
યુદ્ધ શા માટે ?
સૌ એક ઈશ્વરના સંતાન,
શું લઈ જવાનું સાથે ?
આમ મારું તારું કેમ ?
ક્યાંય છોડો વચ્ચે છે બગીચામાં યુદ્ધ ?
તારા ચંદ્ર વચ્ચે છે આકાશે યુદ્ધ ?
માનવી તો બુદ્ધિનો ભંડાર,
તારી કેડી યોગ્ય કંડાર,
આ યુદ્ધ શા માટે ?
શા માટે સમયની બરબાદી ?
મળશે શું તને ?
ચાલી જશે તારી આબાદી,
બસ બંધ કરો આ લડાઈ,
ના કરો એકબીજા પર ચડાઈ,
વરના ચાલી જશે તમારી સફળતાની ઊંચાઈ.
