STORYMIRROR

Chirag Padhya

Inspirational Others

3  

Chirag Padhya

Inspirational Others

યાતના

યાતના

1 min
27.1K


જીવનને સમજવામાં અમે ઘણી યાતના વેઠી છે,

વ્યક્તિત્વ નિખારવા અમે ઘણી યાતના વેઠી છે.


અમથા નથી મળ્યા આ સુખના હસીન પળ,

પળની રાહ જોવામાં અમે ઘણી યાતના વેઠી છે.


આપે પાર કર્યા ના દુઃખના કાંટાળા બાવળ,

પાર કરી આ બાવળ અમે ઘણી યાતના વેઠી છે.


આપે જોઈ સદા જીવનની મધુર હર ક્ષણ,

આ ક્ષણને મેળવવા અમે ઘણી યાતના વેઠી છે.


આપે માણ્યું જીવનને રહી સદાય શીતળ,

રહી મૂંગા ગરમીમાં અમે ઘણી યાતના વેઠી છે.


જીવનના કઠિન માર્ગે આપના ફૂલોની ચાદર,

આ ચાદર બિછાવવા અમે ઘણી યાતના વેઠી છે.


આપે જોયા અંધારામાં ઝગમગતા એ દીપ,

એ 'ચિરાગ' પ્રગટાવવા અમે ઘણી યાતના વેઠી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational