યાદોનો ઝરૂખો
યાદોનો ઝરૂખો
પલક ઝબકી ને તમારી યાદ આવી
બેઠા હતા ઝરૂખામાં એ પહેલી નજર યાદ આવી,
મીઠી મુસ્કાન તમારી મારું ધ્યાન ખેંચતી હતી
તો હોઠો પર લાલી ગુલાબની કળી જેમ શોભતી હતી,
જુલ્ફો તમારી ઊડીને ગાલો પર સજતી હતી
આ અદાઓ જોઈ મારું મન ઘાયલ થતું હતું,
ને પહેલી નજરનો પ્રેમ એ મારો..
ભૂલી બેઠો દિલ મારું તમારા ઝરૂખામાં,
યાદ બધું કરી મન મારું હરખાય
ને મન મારું એ ઝરૂખામાં અટવાય,
જોઈ પહેલીવાર ઝરૂખામાં તમને
અને આપી બેઠા આ દિલ.

