Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

યાદો

યાદો

1 min
226


તારી યાદો હૈયે સભા ભરીને બેસે છે,

ટોળે વળી સૌ આ દિલને હેરાન કરે છે,


આ આંખને આંસુ આપે છે,

આ હૈયાને તડપ આપે છે,


તોફાની છે તારી યાદો,

હૈયે તરખાટ મચાવે છે,


કામમાં દખલગીરી એ કરે છે,

મરજી પ્રમાણે આવે છે,


જવાનું ક્યાં એ નામ લે છે !

હૈયે માળો બનાવી રહે છે,


રાતની નીંદ અને દિવસનું ચેન લૂંટે છે,

તોય એને ક્યાં કોઈ સજા મળે છે !


મહેફિલમાં પણ આંખે અશ્રુ આપે છે,

સામાજિક નિયમો ક્યાં એ પાળે છે !


તારી યાદોને સમજાવને !

વારંવાર આ દિલના દરવાજે દસ્તક ના આપે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance