STORYMIRROR

Jashubhai Patel

Fantasy

3  

Jashubhai Patel

Fantasy

યાદો .

યાદો .

1 min
13.7K



ખબર નહિ કેમ, આમ ટોળે વળે યાદો,

રખડતી ફરતી ક્યાંકથી રોજ મળે યાદો,


છુપાવી રાખી 'તી જે બંધ હૈયામાં,

અચાનક આજ કેવી ખળભળે યાદો,


જે વારાફરતી નીકળે ગુપચુપ બહાર,

ને ખુલ્લી આંખ સામે સળવળે યાદો,


નથી માનતી હવે કશું તે કહ્યું મારૂં,

ને રોજે રોજ આમ જ ટળવળે યાદો,


મને લઇ જાય કોઇ અવનવી દુનિયામાં,

કરાવે મોજ 'જશ' મજાની હરપળે યાદો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy