Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Romance

4.2  

Purnendu Desai

Romance

યાદો

યાદો

1 min
142


તારી આ યાદોને કોણ સમજાવે,દિલમાં ભરીને રોજ એક સભા બેસે છે,

સામાજિક દૂરી તો નિભાવે છે, પણ સમજાવો એને કે લોકડાઉન હજી ચાલે છે.


જેમ જેમ પાબંદીઓ વધારું છું, તેમ તેમ એ વધારે નિયમો તોડે છે,

છૂટ એને આપવી પડે એમ છે, આવશ્યક

ચીજ વસ્તુઓની શ્રેણીમાં એ આવે છે.


જાણું છું થોડી એ તોફાની છે, કરફ્યુવાળા વિસ્તારમાં પણ ઘુસી જાણે છે

શુ કરું?,ઓથોરીટી હું છું ને, મારી મરજીથી જ ગમે ત્યારે, ગમે ત્યાં ચડી આવે છે.


મારી યાદોની અરજી પર, નિપુર્ણ તમે પણ હસ્તાક્ષર તો કર્યા જ લાગે છે,

એટલે જ તો પુરવઠો આ જીવનજરૂરી યાદોનો પૂરતો જળવાઈ રહેતો લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance