STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

યાદગાર બનાવી લે આ સફર

યાદગાર બનાવી લે આ સફર

1 min
189

સૂરજ કરે આ પૂર્વથી પશ્ચિમની સફર,

આપે સોનેરી પ્રકાશને ધરતીને ઉજાળે,

આ ચંદ્ર કરે પૂરી રાતની સફર,

ગગન ને ચમકાવે ગાઢ અંધકારમાં કરે,


પ્રકાશની લ્હાણી,

આ વર્ષા કરે ધરતીની સફર,

લીલી ચાદર પાથરીને આ ધરતીનું હૈયું ઠારે,


આ વસંત કરે બાગની સફર,

ધરતી પર જન્નત લાવે,

ફૂલોને મહેકાવે પંખી ઑને ચહેકાવે,

માનવીનું મો મલકાવે,

યાદગાર સફર બનાવે,


આ ઝરણું કરે સરિતાથી સમંદર સુધીની સફર,

આપે મીઠું જળ ને સંતૃપ્ત કરે,

ઝાડ, ફળ, ફૂલને આપે જીવન,

આ ફૂલ પણ કરે નાનકડી સફર,


સવારે ખીલે સાંજે કરમાય,

તોયે જીવન મહેકાવી જાય,

તું તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન,

બનાવ તારી આ જીવનની સફરને યાદગાર ને સફળ,


મૃત્યુ પછી પણ ચાલુ રહે લોકોના દિલમાં,

તારી યાદોની સફર,

મહામૂલું રત્ન છે આ જીવન,

ઉજવી લે એને બનાવી અવસર,

ખૂબસુરત બની જશે આ જીવનડગર,

યાદગાર બની જશે આ જીવનસફર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational