STORYMIRROR

Bharati Vadera

Classics

4  

Bharati Vadera

Classics

યાદ

યાદ

1 min
514

કોઈ ઝીણું ઝીણું જંતરિયુ વગાડે,

એ તો વાયરે સંદેશા મોકલાવે.


મુને હેતનાં હુલાળે બોલાવે,

દોડી આવ એમ લહેરું પોકારે.


માંડશુ ગોઠડી અલકમલકની,

ચિતર્યો ઈતિહાસ દરિયા કિનારે.


યાદોનો વંટોળ બાઈ ઉમટ્યો કઈં હૈયે,

મારો દાબડો ખોલીને બહાર આવે.


વેરી દીધી મેં તો યાદો હવામાં,

મીઠી ફોરમ એની ચારેકોર આવે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics