યાદ કરી લો
યાદ કરી લો
કોઈની યાદ આવે તો યાદ કરી લો,
કોઈથી ફરિયાદ હોય તો ફરિયાદ કરી લો,
ઘા વાગ્યા હોય અગર કોઈ સંબંધમાં
એ ઘાને સજા કરી લો,
કોઈ જુના મિત્ર સાથે મિત્રતાની વાત કરી લો
સમય મળ્યો છે પોતાને પારખવાનો તો હવે પારખી લો,
કોઈની યાદ આવે તો યાદ કરી લો
કોઈથી ફરિયાદ હોય તો ફરિયાદ કરી લો,
શું ખબર એ સમય પાછો ક્યારે આવશે
સ્વજનની સાથે થોડો સંવાદ કરી લો.
