યાદ આવી ગયું...!
યાદ આવી ગયું...!
કોરોના કેરી કમઠાણમાં, આ કેવું જીવતા ફાવી ગયું,
હાથ 'સેનીટાઈઝ' કરતા કરતા કંઈક યાદ આવી ગયું!
ઘણી સવારો કે સાંજ, બપોર વેળા કે રજનીઓ.,
વીતી ગઈ એમ જ હેરાફેેરી કે સહજ સમજૂતીઓ..
કંઈ કેટલુંય રહ્યું એમ જ, વણ ધોયુંં કે બેહિસાબી.,
જ્ઞાન ઘણું કીધું અર્જિત , જે આખરે રહ્યું કિતાબી..
દોડ હોય જિંદગાની કેરી કે માયાની મગરૂરી ખાલી,
'રેસ' પૂરી થઈ રહી એમ જ, પીતાં અનુભવની પ્યાલી..
રોગ વિષાણુ ને નાથવા મથ્યો ઘણું થકી આ પ્રવાહી,
નથી જરીકે કીધું કષ્ટ ધોવા, એ 'પરમ' ને અંંતર માંહીઁ..
"શૈલ" છે કેવું ચણતર જ્યાં અવગણ્યું આ ગણતર !
વીતશે એમ જ આ સફર કે થશે સફળ પંથ પડતર ?
કોરોના કેરી કમઠાણમાં, આ કેવું જીવતા ફાવી ગયું,
હાથ 'સેનીટાઈઝ' કરતા કરતા કંઈક યાદ આવી ગયું.!
