વ્યથાની નથી કોઈ કથા
વ્યથાની નથી કોઈ કથા
પુરુષની વ્યથાની નથી કોઈ કથા,
રડવાની એનાં સમાજમાં નથી પ્રથા,
હસે તો લોકો ફટ દઈને વેખલો કહે,
ક્યાં જાય, કોને કહે એ દિલની વ્યથા,
બહારથી કઠોર ભીતરે માખણનો પિંડ,
સૌને ખુશ રાખવાની લીધી એણે સત્તા,
વૃદ્ધ માતા- પિતા, પત્ની અને બાળકો,
આપવાને સુખ સૌને બંધ રાખે છે પત્તાં,
છાનું જ હસી લે અને છાનું રડી લેતો,
આંસુ છૂપાવવા આંખો પર ઊડાડે છાંટા,
દીકરી તો એને મન કાળજાનો કટકો,
સ્પર્શી લે રોજ પરણેલી દીકરીનાં થાપા.
