વ્યાજ
વ્યાજ
બાપ કરતાં બેટો સવાયો થયો,
દાદાને દીકરા કરતાં વ્યાજ વહાલું થયું,
દીકરી થઈ હતી જમાઈ માટેની અમાનત,
અંધારે ખોરડે આવીને અજવાળું થયું,
નાનાં નાનાં પગલાં માંડે ને બોલે કાલુ કાલુ,
દાદાને તો પોતાનું બચપણ જોવાનું થયું,
મસ્તી ને તોફાન કરીને દિવસ આખો જાય,
રાત્રે દાદાની હૂંફાળી ગોદમાં પોઢાવવાનું થયું,
મમ્મી અને પપ્પાનો ગુસ્સો કરે જબરો અહીં,
દાદાની ભીંજાયેલી આંખોમાં આંસુ નીકળવાનું થયું,
દાદા વહાલનો દરિયો ને દાદી સુખની દાબડી,
વહાલા પરિવાર સાથે જીવન માણવાનું થયું,
"સખી" દૂરથી આવતો જોવા માટે આંખે નેજવું કરે,
પાસે આવું તો બોખા મોં એ હસવાનું થયું.
