વતનની વાત
વતનની વાત


કંઈક અનોખી જ છે મારા વતનની વાત સખી,
આવે જે અહીં લઈને જાય એની ભાત સખી.
નથી ભેદ અહીં કાળા-ગોરાનો છે સમરસતા,
થઈ એક સહુએ આપી મુસીબતોનો મ્હાત સખી.
છે અડગ હિમાલય, પાપ હરતી ગંગા અને પાવન પ્રયાગ,
આવે જો કોઈ શ્રદ્ધાથી અહીં તો ટળી જાય બધી ઘાત સખી.
આવ્યું જો સંકટ મા ભોમ પર તો છે તૈયાર જવાનો,
એ મજબૂત જવાનો સામે કોઈની શું વિસાત સખી.
"નીરવ" છે વતન મારી માટે સરીર-એ-ખામા,
દુનિયા માટે આ છે પારિજાત સખી.