STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

વસંત આવી, વસંત આવી

વસંત આવી, વસંત આવી

1 min
1

આવી વસંત આવી, આવી વસંત આવી,

જોને હર ઘરમાં એ તો ખુશિયાલી લાવી,


બાગે બહાર ને વન વનમાં હરિયાળી લાવી,

કોયલની કુકુ અને પંખીઓના સંગીત લાવી,


ઉરમાં તાજુ મજાનું લોહી એ તો લાવી,

સરિતાના હૈયામાં એ તો થનગનાટ લાવી,


મનનાં ખેતરમાં એ તો મસ્ત મહેક લાવી,

પ્રીતમની યાદોની એ તો હરિયાળી લાવી,


ફૂલો જેવી એ તો કોમળ વાતો લાવી,

શાયર માટે એ તો શબ્દોની ભેટ લાવી,


ડાળે ડાળે કોમળ મજાની કૂંપળો લાવી,

રણની રેતીમાં પણ એ તો ઉત્સાહ લાવી,


મહેલોમાં અને ઝૂંપડામાં ખુશીઓ લાવી,

આખી સૃષ્ટિમાં એ અનહદ ખુશીઓ લાવી,


વૃક્ષોના એક એક પર્ણ પર એ તો સંગીત લાવી,

કેસુડા માટે મજાનો કેસરી સાફો લાવી,


ધરતી માટે તો જાણે રંગબેરંગી સાડી લાવી,

પ્રિયતમના હૈયે મિલનની ઉત્સુકતા લાવી,


વસંત આવી કુદરતની એ તો વાત લાવી,

જીવનમાં અવનવી રંગોની એ ભાત લાવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract