STORYMIRROR

Rajeshri Thumar

Drama

3  

Rajeshri Thumar

Drama

વર્ષાઋતુ

વર્ષાઋતુ

1 min
164

મૂકી મન વરસ તું, આમ ઝાપટું મુંજ નહીં ફાવે,

હેલીના અમ માનવ, માવઠું મુંજ નહીં ફાવે,


ભર્યું આભ કાળા ડિબાંગ ઘનઘોર વાદળથી છતાં,

પણ આ ખાબોચિયું છીછરું મુંજ નહીં ફાવે,


તું નહીં આવ તો, ના આવવું પણ મુંજ ફાવે,

પણ તારું આવી જવું ઘેર પાછું મુંજ નહીં ફાવે,


ચાહતી હું તને ને તારા ચાહનારાઓને પણ,

તું આપી દે દિલ પાછુ, આ બધુ મુંજ નહીં ફાવે,


કોઈ રોકો, કોઈ પૂછો, શું કરવું આ વરસાદને,

આમ રિસાવું તારું મુંજ નહીં ફાવે,


જુવે તુંજ રાહ દેડકા, ચાતક ને મોર,

કરતા તુંજ, પ્રાર્થના નાના બાળ,

આપે વિરહ તું જનસૃષ્ટિને, એ મુંજ નહીં ફાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama