વર્ષા થાય છે
વર્ષા થાય છે
વર્ષા થાય છે ને તન ભીંજાય છે
તો મન કેમ કોરું રહી જાય છે ?
વૃષ્ટિ થાય છે તો સૃષ્ટિ હરખાય છે.
એને પૂછો જેની ઝૂંપડી તણાય છે !
મધદરિયે વરસે મેઘ, કોઈકની
નાવ તરે કોઈકની ગોથાં ખાય છે,
આભ વરસે એની રીતે સાંબેલાધાર
કદી પૂછે ધરાને કે એનું મન ધરાય છે ?
મોજે વરસે મેહુલિયો, હરખે જગતાત,
ધરતી પર સર્વત્ર લીલોતરી ઉભરાય છે.
