Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Romance Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Romance Others

વરસાદમાં

વરસાદમાં

1 min
231


વરસાદમાં જો તું સામે મળે

કાગળની હોડીમાં ભવ તરે,


ખાબોચિયાની વાતોમાં આવી

મારું હૈયું મધ દરિયો પાર કરે,


સપનાંનાં ટીપાં ને યાદોનું ઝરમર

આંખોને ભીનું ભીનું વહાલ કરે,


સૂરજની સાથે એ સાત રંગો

ધનુષ ચડાવી દિલ ઘાયલ કરે,


એ લટોની ઘનઘોર ઘટાઓ

દિલને જળબંબાકાર કરે,


કપડાં ભીના ને હુંય ભીનો

તુંય ભીની દિલમાં ઝાળ બળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance