STORYMIRROR

kusum kundaria

Romance

4  

kusum kundaria

Romance

વરસાદમાં

વરસાદમાં

1 min
352

એક સાંજે મળ્યા'તા આપણે વરસાદમાં!

એકબીજામાં ભળ્યા'તા આપણે વરસાદમાં!


સાત જનમ સંગ રહેવાના લીધા હતા કોલ.

સ્મરણોને વાગોળ્યા'તા આપણે વરસાદમાં!


આભનું વહાલ વરસતું હતું અવની પરને,

મન મૂકીને પછી પલળ્યા'તા આપણે વરસાદમાં!


મન મયુર થઇને નાચતું એકબીજાના સાથમાં.

બેફિકર થઇને રઝળ્યા'તા આપણે વરસાદમાં!


પ્રથમ પ્રેમનો નશો હતો સાજન આ કેવો જોને.

સંધ્યાના રંગમાં ઢળ્યા'તા આપણે વરસાદમાં!


Rate this content
Log in

Similar gujarati poem from Romance