વરસાદી માહોલ
વરસાદી માહોલ
નદી જોઈને બેઠા લોક
ખળખળ વહેતી નદી અને
ઉપરથી પડે વરસાદના છાંટા
છતાં પણ લોક કોરા ને કોરા !
વરસાદ પડતા ભાગે લોકો
વૃક્ષો નીચે બેસીને માણે નજારો
થોડા પલળે, થોડું સાચવે
બાળકો કહે કે પલળવું છે અમારે,
હોડી બનાવવા નથી કાગળ
પાંદડે પાંદડે તરવું અમારે
બાળકોની જિદ વધી રહી
વડીલોની આમન્યા ન રહી,
તોફાની વરસાદ આવતો
આકાશે વીજળી ચમકતી
પવન પણ જોરદાર ફૂંકાયો
બાળકોને પકડીને બેઠા લોકો,
વરસાદ હજુ વધતો જતો
રોકાવાનું નામ ના લેતો
એવામાં એક મદદ આવી
સેવાભાવી એક ટીમ આવી,
વરસાદ આવે તો સાચવીને રહો
રેઈનકોટ, છત્રી લઈને નીકળો
છબછબિયાં હવે ભૂલી જાવ
ગટરના ઢાંકણા ખુલ્લા રહી જાય !
ડામરના રસ્તા તૂટ્યા
વાહનો બહુ અટક્યા
કમર સુધી પાણી ભરાણા
ઘરે જવા, બધા અટવાયા.
