STORYMIRROR

PARUL GALATHIYA

Classics

4  

PARUL GALATHIYA

Classics

વરસાદ

વરસાદ

1 min
345

ઘનધોર વાદળોની છટામાં લઈને ઊભો હું છત્રી,

સુખરૂપી છાયડો મળે ત્યારે થાય મનને ખાત્રી.


વાદળોની આસપાસ સૂરજની છટા પ્યારી,

કિરણોની છટા છેક ધરતી પર ફેલાવનારી.


સૂરજની સામે આંખો અડધી ખોલી,

ત્યાં પાંપણ થઈ ગઈ રંગ બે રંગીલી.


ઘનઘોર વાદળો સામે જરાક વીજળી બોલી,

ત્યાં ઢગલો થઈ ગયો રૂપેરા વરસાદનો.


વરસાદના ટીપાંને ધરતી પર જરાક ફોલી,

અમે ધરતીને કરીએ એકદમ ફળદ્રુપ.


કાળા વાદળો જોઈ ભરાય ખેડૂતની જોલી,

પાવન અવસર પર લઈ આવો બુંદ રંગીલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics