STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

4  

Ranjana Solanki Bhagat

Romance

વરસાદ

વરસાદ

1 min
269

ઠંડા પવનના ઝોકાં,

ને તારા સ્પર્શની યાદ,

પહેલાં વરસાદના છાંટણા,

ને તારા હોઠોના સાદ.


જાગ્યાં છે દિલમાં કેટલાં ઉમંગ,

ને સખીઓ કેરા વાદ,

ઝૂલે ઝૂલતાં ને વૃક્ષોની શાખને,

ઊંચે અડવાના સ્વાદ.


આવ્યો અષાઢ ને શ્રાવણ,

પછી આંખે આંસૂનો વરસાદ ?

તમે આવો જો કાન મારા,

સાંભળું હું મીઠાં બંસીના નાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance