વૃક્ષોથી જ છે આપણુ જીવન
વૃક્ષોથી જ છે આપણુ જીવન
વૃક્ષો જો કાપશો તો કયાંથી લાવશો ઓક્સિજન,
અને સાચું કહું છું તમારુ અસ્તવ્યસ્ત થઈ જાશે જીવન.
અત્યારથી જો વૃક્ષોને સાચવશો નહીં તો,
પાછલી પેઢીના રડી ડીને ભરાઈ જાશે નયન.
ફક્ત સોના-ચાંદીને જ દાગીના ના સમજશો,
વૃક્ષો પણ છે આપણા ઘણા જ અનમોલ રતન.
આની આજ ગતિથી જો આપણે વૃક્ષોનું નિકંદન કાઢીશું તો,
કોઈ નહીં કરી શકે આવનાર સમયમાં તમારું જતન.
જેમ તેમ કરીને જીવી તો લેશો તમે "સંગત"
પણ સાચું કહું છું નહીં નસીબ થાય કોઈને કફન.
