વૃક્ષોને ઉછેરીએ
વૃક્ષોને ઉછેરીએ
સૂકી થઈ રહી છે ધરતી
તેને લીલીછમ કરવા
વૃક્ષોને ઉછેરીએ....
પશુઓ રહેઠાણ કાજે
પક્ષીઓનો કિલકિલાટ સાંભળવા
વૃક્ષોને ઉછેરીએ...
ઠંડીથી ગરમીથી
રક્ષણ સૌનું કરવા
વૃક્ષોને ઉછેરીએ..
હવામાં કાર્બન ડાયોક્સાઈડ ઘટાડવા
ને ઓકિસજન વધારવા
વૃક્ષોને ઉછેરીએ...
જમીનનું ધોવાણ અટકાવવા
પ્રદુષણથી બચાવવા
વૃક્ષોને ઉછેરીએ.
