વૃક્ષો
વૃક્ષો
લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલું,લાગે જંગલનો રસ્તો,
આમતેમ જોવું,ઝાંખી ન નજરે પડે એવો ફરતો.
ખુલ્લા પટમાં મનથી શુદ્ધ હવાને ચૂમી આગોસમાં,
મહેકતું જીવનમાં સદાય મન મૂકીને માણતો હસ્તો.
ખીલી ઊઠી પગરવની દુનિયા સોહામણી લાગે મને,
કુદરતનું સૌંદર્ય રળિયામણું જાણે કુદરત ખુદ રમતો.
વહેતાં ઝરણાં,પર્વતો,પશુ-પંખીઓ પુષ્કળ હવામાં,
મંદ મંદ લહેરાતા પવનોની દિશામાં કાયમ હું વસતો.
ઔષધ,વર્ષા,ઓક્સિજન માનવની જરૂરીયાત પુરે,
કાંપે છે વૃક્ષોને માનવ ત્યારે અંદરથી કાયમ રડતો.
