વૃક્ષનું કરીએ જતન
વૃક્ષનું કરીએ જતન


ચાલો આજે આપણે સંકલ્પ લઈએ એક,
વૃક્ષ વાવવાનું કામ કરીએ સૌ નેક.
વૃક્ષ આપે તાજી હવાને ઓક્સિજન,
ફળ ફુલ આપતા, પ્રાણવાયુ આપે નિધૅન્.
કાળઝાળ ગરમીમાં આપે પથિકને સહારો,
એવા પરોપકારીને કેમ દેવ છો જાકારો.
એમાં પણ જીવ છે સમજો માનવ નાત,
વૃક્ષ બચાવો અભિયાન શરૂ કરો આજ.
વૃક્ષોનું નિકંદન કાઢી બહું કરી મનમાની ,
તેથી જ પહોંચી છે પયૉવરણને હાની.
પયૉવરણ દૂષિત થયું ને ઋતુચક્ર બદલાયું
આ કુદરતનો પ્રકોપ છે માનવી કેમ તને ના સમજાયું.
વૃક્ષ આપણા મિત્રો છે મિત્રતા સાચવીએ ,
આવો આપણે એક એક વૃક્ષ લગાવીએ.
કરીએ જતન વૃક્ષનું કુદરતી દૃશ્યો સર્જાય ,
માનવી તારી માનવતા યુગો યુગો ગવાય.