વૃક્ષ
વૃક્ષ
આવરણ એવું કહે
કે વૃક્ષ તો વાવો હવે,
આ ધરા જૂઓ રણ છે
શુષ્ક નાળા આંખે ચઢે,
નાક પર માસ્ક ધારણ ને
કેદ માનવ થાય ઘરે,
આંગણે તુલસી ઉગાડી
પરંપરા પાળો હવે,
વેલ, છોડો, ઔષધિ
આપશે નવ જીવન હવે,
તો સાંભળી જાત ને
શાસ્ત્ર અપનાવો હવે,
આવરણ એવું થયું
કે વૃક્ષ તો વાવો હવે.