વૃક્ષ કહે માનવીને
વૃક્ષ કહે માનવીને


ઘટાટોપ ઘન લીલા વૃક્ષ
જોઈ બેપગો થયેલો રુક્ષ
વનરાજી હતી દયાવાન
કેમ બન્યો આવો હેવાન
હું તને મફત આપું છાંયો
તું દ્રુમ કાપે ચડાવી બાંયો
કરું ભેટ સદાયે પ્રાણવાયુ
અમ પ્રતાપે વાદળ છાયુ
ફળફૂલ નિત નવા આપતો
નિર્દય બનીને તરુ કાપતો
નિવાસી ડાળ માળે પક્ષી
નિસર્ગ સ્વર્ગ સૃષ્ટિ બક્ષી
મધુર સ્વરે બાગ ગૂંજતો
નિર્દય માનવી વૃક્ષ ભૂંજતો
લઘુદ્રષ્ટિ લોભે સૃષ્ટિ ભક્ષી
અધમ પાપનો તું સાક્ષી
ઘટાટોપ ઘન લીલા વૃક્ષ
જોઈ બેપગો થયેલો રુક્ષ
ઘન લીલા વૃક્ષ ઘટાટોપ
પ્રકૃતિ હવે લીલા આટોપ !