વૃક્ષ: દેવો ભવઃ
વૃક્ષ: દેવો ભવઃ
એ માનવ તું ચેતી જા,
તે પ્રકૃતિને હણી નાંખી,
તુજ મતલબ કાંજે,
એ મા સમી ધરતીને તે,
તુજ સગવડ કાંજે હણી,
ધિક્કાર છે તુજને,
પોષનારને તે હણી નાખ્યાં.
તે માની કૂખ ઉજાડી છે,
આપણે એવાં ઉપકારી લોકો છીએ,
જે જીવન આપે, આપણને
થાય મોત ત્યારે એક વૃક્ષ વાવવું,
જન્મની ખુશીએ એક વૃક્ષ વાવવું,
અગામી પેઢી સુરક્ષિત થાશે.
વુક્ષ છે, દયાળુ સંત સમા,
પથ્થર મારનારને ફળ આપે,
તે વાચા વગરનો જીવ છે,
તે મિત્રો છે, આપણા,
તે પાણી થોડું પીને,
ઘણું આપે છે, દેવ સમા લાગે,
તે મિત્રો છે આપણા,
ને આપણે જીવનદાતાને,
મોત આપી, પોતાના પગે,
કુહાડી મારવાં બેઠાં છીએ.
