વનરાઈ
વનરાઈ
વનની આ વડવાઈ જામી
સાથે વૃક્ષોને લઈને ભાગી,
પર્ણની પંક્તિઓ પાકી
સાથે ડાળી લઈને ભાગી,
ફૂલોની ફોરમ ફૂલી
સાથે સુગંધ લઈને ભાગી,
મોસમની માયા માણી
સાથે મીઠાશ લઈને ભાગી,
છોડની છાયા લાગી
સાથે છટાને લઈને આવી,
વૃક્ષોની વનરાઈ આવી
સાથે વનને વાચા આવી.
