વિવિધતામાં એકતા
વિવિધતામાં એકતા
ઊંચનીચના ભેદ નથી, સૌની એક જ ભારતમાત,
બાર ગાઉએ બોલી બદલતી, અહીંની માનવજાત,
ધર્મ નોખા, પંથ નોખા, ભાઈચારનો જ વહેવાર,
સર્વધર્મસમભાવ એવો ઉજવાય અનોખો તહેવાર,
અડગ રહી સરહદ પર, સૌ સૈનિક કરે સલામ,
કેડી નવી કંડારી ગયા, નેતા અબ્દુલ કલામ,
હિન્દૂ,મુસ્લિમ, શીખ, ઈસાઈ, વસાવે અનોખું ગામ,
ભેળા મળી કરતા રહે સૌ ગમ્મતનો ગુલાલ,
રાષ્ટ્રીય એકતા માટે લડતા, નરેન્દ્ર મોદી જેનું નામ
રાત ન દેખે, દિન ન દેખે, કરે દેશહિતનું કામ,
એક શહીદની અંતિમયાત્રાએ, રડતું આખું ગામ,
વિવિધતામાં એકતા ધરાવે, ભારત એવું નામ.
