વિવેકાનંદનો સંદેશ !
વિવેકાનંદનો સંદેશ !
અસલને આપણે ભૂલી ગયા છીએ
કલ્પિત પડછાયાના પ્રેમમાં છીએ,
મૂર્તિપૂજામાં એવા ફસાયા છીએ
ક્રિયાકાંડમાં કેવા અટવાયા છીએ,
શરીર મંદિરમાં એવા સમૃધ્ધ છીએ
હયાત માનવ સામે ઝઝુમીએ છીએ,
ખોટા માર્ગે જયારે ચાલીએ છીએ
ત્યારે સમસ્યા અનેક લાવીએ છીએ,
ભરોસો ક્યાં ખુદ પર રાખીએ છીએ
પોતાના જ મનને જાતે તોડીએ છીએ,
ખંત કરી ઊઠી જાગીને મંડીએ છીએ
ત્યારે સાચી ધ્યેય પ્રાપ્ત કરીએ છીએ,
વિવેકાનંદનો સંદેશ ફેલાવીએ છીએ
'વાલમ' સૌ યુવાનોને જગાડીએ છીએ.
