વિવાહ
વિવાહ
પરભવના ઋણાનુબંધ,
ઉતરી આવતા અકબંધ.
જોડી સ્વર્ગે જ બંધાય,
એમાં મિનમેખ ન થાય.
લખ્યાલેખ મિથ્યા ન થાય,
હાથ પકડી દોરી ને જાય.
બંધન આ પવિત્ર કેવાય,
જીવન ભર સાથ દેવાય.
પૂર્ણ તો કોઈજ નથી અહીં,
સાથે મળી પૂર્ણ થાય સહી.
સબંધોના તાણા ને વાણા,
મળીને સાથે ખુબ વણાણા.
રહેલી છે સાર્થકતા એમાં,
દાપંત્ય જીવનની ખૂબી તેમાં.
