વિશ્વ વિકલાંગ દિન
વિશ્વ વિકલાંગ દિન


૩જી ડિસેમ્બર કેરો દિન છે,
વિશ્વ વિકલાંગ દિન કેરો દિવસ છે.
વિકલાંગો કાજે ગૌરવદિન છે,
જાણે કે આજે રૂડો અવસર છે.
૩જી ડિસેમ્બર કેરો દિન છે,
વિશ્વ વિકલાંગ દિન કેરો દિવસ છે. (૧)
માન મળ્યાં, સન્માન મળ્યાં.
ઈનામ મળ્યાં, પારિતોષિક મળ્યાં.
માંગ્યું એથી અધિક મળ્યાં,
કદર કરનારા કદરદાનો મળ્યાં.
૩જી ડિસેમ્બર કેરો દિન છે,
વિશ્વ વિકલાંગ દિન કેરો દિવસ છે. (૨)
વિકલાંગ-કલ્યાણ કાજે કાર્યરત છે,
સૌ એ લોકો કેરો આભાર છે.
ફરિયાદ હવે કોઈ નથી એ તો ફરિયાદ છે,
આપ સૌ કેરો ઉપકાર એ જ યાદ છે.
૩જી ડિસેમ્બર કેરો દિન છે,
વિશ્વ વિકલાંગ દિન કેરો દિવસ છે. (૩)
વર્ષ કેરા હર દિને કંઈક આમ હો,
પરમેશ્વર પાસે આ પ્રાર્થના છે.
સાથ મળે, સહકાર મળે, સહયોગ મળે,
વિકલાંગો કેરી આ અરજ છે.
૩જી ડિસેમ્બર કેરો દિન છે,
વિશ્વ વિકલાંગ દિન કેરો દિવસ છે. (૪)