STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

વિરહની પળ

વિરહની પળ

1 min
219

તારા વિરહની એક એક પળ સહેલાઈથી જતી નથી, તારા ઇન્તેઝારમાં આંખો ચોધારે વરસતા અટકતી નથી.

કંઈ કેટલાય અષાઢ એમ જ કોરા ગયા તારી રાહમાં, તોય મારા હૈયામાંથી તારા આગમનની આશ જતી નથી.

સુષુપ્ત થઈ ને બેસી ગઈ છે સઘળી ઈચ્છાઓ અંદર, તારા મિલનની ઝંખનામાં હજીએ આળસ મરડતી નથી.

ડાયરીના પાના વચ્ચે સચવાયેલા એ ગુલાબના ફૂલમાં, તારા સ્મરણની જે મહેક છે હજીએ એ ઊડતી નથી.

છેલ્લી મુલાકાત વખતે મને ભીંસી હતી તેં આગોશમાં, એ આલિંગનમાં રહેલી હુંફ તનમનને હજી ભુલાતી નથી.

જિંદગીની છેલ્લી ક્ષણ સુધી હૈયું રહેશે તારા ઇન્તેઝારમાં, મારા અસ્તિત્વને વીંટળાયેલી તારી માયા એમ છૂટતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance