STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance Others

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance Others

વિરહ

વિરહ

1 min
291

અષાઢી આભલાનાં, આછા અજવાળે, 

મોગરે મન મારું મલકાણું, 


પાતળા પવનની, પીઠ પછવાડે, 

સુગંધની સરવાણીએ છલકાંણુ,


નીરખ્યા નયનના, નગ્ન નખરાળે, 

ફાગણના ફૂલ જેમ ફોરમાણુ,


લીલા લીલા લહેરિયાના, લીલા લટકાળે, 

લોચનીયું આજ મારું લોભાણું,


લાલ હોઠની, રાતી મધરાળે, 

ચુંબન ચુપકીથી આજ ચોરાણું,


વિચાર વમળના, વિયોગી વંટોળે, 

જોબન કોણ જાણે ? આજ ઝંખવાણુ,


ઘાયલ ઘટડાની, ઊંચી ઘટમાળુ, 

વિરહની વેદના તો હું 'મિલન' જાણું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance