STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

વિરહ

વિરહ

1 min
245

તું મને ચાહે, હું તને ચાહું,

ન ડરીશ હવે તું દુનિયાથી, 

તારી મારી પ્રીત છે સદિયો પૂરાની,

ન તડપાવ મુજને વાલમ મારી. 


હું છું તારા પ્રેમનો સાગર, 

તુ છો પ્રેમની સરિતા મારી, 

દિલમાં વસાવી છે છબી મેં તારી.

જોઈએ તું દિલમાં વાલમ મારી. 


હું છું તારા દિલની ધડકન,

શ્ચાસોની સરગમ છો તું મારી,

પોકાર કરી રહ્યો છું હું તારી, 

અવગણના ન કર વાલમ મારી.


હું છું અધૂરો, તું છે અધૂરી,

વિરહ થયો છે મુજને ભારી, 

"મુરલી"વાટ હું જોઉં છું તારી,

સમાઈ જા દિલમાં વાલમ મારી. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance