Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

વિરાટના હિંડોળા

વિરાટના હિંડોળા

1 min
374


વિરાટના હિંડોળા તમને વ્હાલા રે લાલજી,

હૈયાના હિંડોળે બિરાજો રે લોલ.


નભે રમાડો કોટિ તારલીયા સંગ નિત.

મારા ઘર દીવડે પધારો રે લોલ.


રૂડા સજાવ્યા છે ચૌદલોક તમે વ્હાલે,

અમે સજાવીએ ને તમે ઝૂલો રે લોલ.


અમૂલખ ખજાના તમારા રાજ રાજેશ્વર,

તુલસીના પારણે પોઢો રે લોલ.


લાગો રૂપાળા મારા માધવ નટખટિયા,

દેશું માખણ દાન વ્હાલે રે લોલ.


ડાકોરના ઠાકોર રાય રણછોડ વ્હાલા,

ઝીલીએ દર્શન સુખ ન્યાંરાં રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational