વીતેલું વર્ષ
વીતેલું વર્ષ
આ સમયનો ભમરો જોને ઉડી ગયો,
એક બાગે થઈ બીજા બાગે જઈ બેઠો.
મીંનિટોને કલાકમાં કલાકને દિવસમાં,
દિવસ ને મહિનાઓમાં,
અને મહિના ઓને વરસમાં,
પરિવર્તિત કરી ગયું,આ વીતેલું વરસ.
થોડાક આંસુ, થોડીક ખુશી,
થોડો ગમ, થોડી હસી
થોડા અધૂરા સપનાનું દર્દ,
તો થોડીક પૂર્ણ થયેલા ખ્વાબની ખુશી,
કઈ કેટલીય યાદો માધુરી,
તો કઈ કેટલાય કડવા સંસ્મરણો
દેતું ગયું આ વીતેલું વર્ષ.
સમયનો ઉંદર કાતરી ગયો પુરા વર્ષને,
ક્યારેક સ્થિર થયો સમય,
તો ક્યારેક જલ્દી પસાર થઈ ગયો,
સમય ઘણું બધું શીખવાડતો ગયો.
આ જિંદગીના વૃક્ષમાંથી ઓછી થઈ એક ડાળી,
હેરાન છે માળી.
વીતેલું વરસ કહેતું ગયું કાનમાં,
તમે સમજી જાવ સાનમાં.
સુખનો કરો સરવાળો,
દુઃખની કરો બાદબાકી,
ખુશીનો કરો ગુણાકાર,
વીતેલું વરસ સમયનું ગણિત
અને સરવૈયું શીખવતું ગયું.
વીતેલું વર્ષ નવા વરસને ભલામણ કરતું ગયું,
સદા સર્વદા સૌને સુખી રાખ જે,
સૌના ચહેરા પર હોય મુસ્કાન,
હૈયે હેતની હેલી અને
ખુશીઓથી ભરી રહે સદા બધાની ઝોલી,
વેરઝેર હું લાઇ જાવ સાથે,
મહોબત રાખ તારી સાથે,
રહે સદા દેશ આબાદ,
રહે દેશવાસી આબાદ,
આવું સોંપ્યુ છું તને કામ.