Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

અવર્ણનીય લીલાઓ

અવર્ણનીય લીલાઓ

1 min
334


કેવું આશ્ચર્ય દિશે બ્રહ્માંડ રગને ખૂણે ખૂણે,

કોઈ ઉપમા ન આપે અવર્ણનીય ક્ષણે ક્ષણે,


સર્પ સમી સર્પિલ લહેરો વીંટળાઈ સૃષ્ટિ તણી,

એ પામવા સુગંધ ગહેકાય એની ચાંદની ભણી,


અદ્ભૂત અવર્ણનીય અજવાસ પથરાયા આજે,

કોક મૃગજળ મૃદંગ અખંડ પાવાઓ સંગ બાજે,


નીજ ભાવનની તરંગ ઊઠી ઊંચેરા સાથ ભળ્યા;

મૌન મૌલિક બનીને વરસાવી પાછા આમ વળ્યા,


સહજ શ્વાસોશ્વાસની ગહનતા મપાય અવનીની,

સુધાએ સ્પર્શ કરી નવરંગ ઢોળ્યાં કરી વાત રજનીની,


કેટલું કરું વર્ણન આ અવર્ણનીય લીલાઓની છડી ;

'ફાગ' તો આ માયાતણી નગરીમાં જાણે ભૂલી પડી, 


Rate this content
Log in