Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HANIF MEMAN

Inspirational Others

4  

HANIF MEMAN

Inspirational Others

અવર્ણનીય લીલા છે પ્રભુ તારી.

અવર્ણનીય લીલા છે પ્રભુ તારી.

1 min
368


ધરતીના ખોળે તરું, આભે ટમટમતા દીવડા,

બાગમાં પુષ્પોની ફોરમ, વનમાં પક્ષીનો કલરવ,

અવર્ણનીય લીલા છે પ્રભુ તારી,


સાગરમાં મોંઘેરા મોતી, પર્વતની ઊંચી ચોટી,

નદીમાં પાણીના વહેણ, ઝરણાંના મધુર ગાન,

અવર્ણનીય લીલા છે પ્રભુ તારી,


સૂરજ આપે આગ, ચંદ્ર રેલાવે શીતળતા,

ધરતીની રૂપાળી ચુંદડી, ગગનની નોખી અગાશી,

અવર્ણનીય લીલા છે પ્રભુ તારી,


મોટા હાથી ને ટૂંકી પૂંછ, નાના ઉંદરની લાંબી મૂંછ,

 મોરલાને માથે કલગી, કોયલની પ્યારી કૂક,

અવર્ણનીય લીલા છે પ્રભુ તારી,


શિયાળામાં લાગે ઠંડી, ઉનાળે આકરો તાપ,

ચોમાસે ગાજવીજ ને નદીમાં પાણીનાં પૂર,

અવર્ણનીય લીલા છે પ્રભુ તારી,


દિવસે કરે સૌ કામ, રાત્રે કરે સૌ આરામ, 

નાનું હોય તે મોટું થાય, જન્મે તેનું મરણ થાય,


અવર્ણનીય લીલા છે પ્રભુ તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational