Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harish Thanki

Inspirational

4.5  

Harish Thanki

Inspirational

શાને આવું ?

શાને આવું ?

1 min
229


તમારો જાદુ આમ તો મને અવર્ણનીય લાગે છે

છતાં એનું વર્ણન કરવા મન રોજ-રોજ ભાગે છે,


રચના હાથીની કરી અને એવી જ કીડીની પણ,

માનવદેહમાં ગોઠવ્યું કંઈક અદભૂત એવું લાગે છે,


આપ્યું બુદ્ધિ તત્વ અમને, એનાથી તમને પરખીયે,

તો પણ વિભુ તમારાથી બુદ્ધિ દૂર-દૂર કેમ ભાગે છે ?


સર્વ રચના તમારી જગમાં, સર્વ સર્જન તમારું જ,

તો એ માનવ રોજ-રોજ કેમ એકબીજાને તાગે છે ?


સુખ શાંતિ ને મધુરતાનું સંગીત ક્યાં સંભળાય છે !

વાંસળી જાણે બંધ થઈ અને શંખ યુદ્ધના વાગે છે !


Rate this content
Log in