STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

હૈયે આસ્થા બેહિસાબ રાખું છું

હૈયે આસ્થા બેહિસાબ રાખું છું

1 min
256

ચિંતા અને પીડાઓના આવે આ મારી પરવાનગી વગર,

એટલે મનનાં દ્વારે તાળું હું રાખું છું,


કોઈ જોઈ ના જાય મારી પીડાઓને,

એટલે હૈયાની કોટડીમાં એને સંતાડીને રાખું છું,


રિસાઈ ના જાય સ્વજનો મારા, મારાથી,

એટલે હૈયે સ્નેહ બેફામ રાખું છું,


વણ કહી વાતોને ગઝલમાં રજૂઆત કરવા,

રદિફ કાફિયા અને મત્લાને હું સાથ રાખું છું,


જીવન છે ચકડોળ જેવું,

ક્યારેક નીચે તો ક્યારેક ઉપર લઈ જાય,


સુખ દુઃખનાં આ ચગડોળ ને સમતોલ રાખવા,

હૈયે આત્મવિશ્વાસ બેહિસાબ રાખું છું,


રોજ બક્ષે નવી ઊર્જા આ કુદરતનું સાનિધ્ય મને,

રોજ નવો ઉમંગ નવો ઉલ્લાસ આપે આ સૂરજની કિરણો મને,

જીવનમાં ઉજાસ માટે ઈશ્વરમાં આસ્થા હું બેહિસાબ રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational