STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

3  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

વીરા રે..

વીરા રે..

1 min
165

વીરા રે..(૨)

પરદેશ જાતાં જો જો બેની ના ભૂલાય,

મોટી બેની તો માવડી કહેવાય,


વીરા રે..(૨)

પરણ્યાં પછી જો જો બેની ના ભૂલાય,

નાની બેની તો દીકરી કહેવાય,


બેની રે..(૨)

માવતરની વિદાયે વીરા ના ભૂલાય,

બેની તો ઘરની લક્ષ્મી કહેવાય,


વીરા રે..(૨)

સૂતરનાં તાંતણાનું મોલ ના અંકાય,

ભાઈ-બહેનની પ્રીતનું પ્રતીક કહેવાય,


વીરા રે..બેની રે..

બાળપણનાં સંભારણા જીવાય,

પ્રેમનાં આ બંધને જીવન હરખાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract