Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-26 દિયરને

વિધવા ભાગ-26 દિયરને

1 min
339


નાના દેરીડા લાડકા, તું જાજે નિશાળે ભણવા રે,

ભણીને હોશિયાર થાજે રે !

જ્ઞાન દીપક છે જીવનનો, તું સાથ એનો લેજે રે,

સહારાથી આગળ જાજે રે !


ભાઈનો છે તું ભાગીદાર, આપજે કામમાં સાથ રે,

બોજને હળવો કરવા રે !

ભાઈઓ મળી ભેગા રે'જો, દેજો પરસ્‍પર સાથ રે,

સુખના કોઠાર ભરવા રે !


કુટુંબમાં તું છે નાનેરો, તેથી પામ્‍યો વધુ હેત રે,

એનાથી તું ફૂલાતો નહિ રે !

માબાપની આજ્ઞા પાળજે, ચૂકવવા એનું ઋણ રે,

એને તું ભૂલી જાતો નહિ રે !


નમ્રતા જીવનમાં રાખજે, કરજે આત્‍મસાત રે,

ગુસ્‍સાથી તો મન બગડે રે !

કૂપમંડૂક થાતો નહિ, મેળવજે અનુભવ રે,

ભમજે શહેર-વગડે રે !


પ્રભુજી તારી સાથે છે, સાથે સૌના આશીર્વાદ રે,

જગને તું સર કરીશ રે !

સૂર્ય-ચંદ્ર ઝાંખા લાગશે તારી પ્રતિભા આગળ રે,

ત્‍યારે તું મહાન બનીશ રે !


ભાભલડી તારી હરખે હું ગાઈશ તારાં ગીત રે,

ઓવારણાં તારાં લઈશ રે !

શિખરોને સર કરીને ઘેર જયારે તું આવીશ રે,

ત્‍યારે તને હું વધાવીશ રે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy