વિદાય ટાણે માને દીકરીનો દિલાસો
વિદાય ટાણે માને દીકરીનો દિલાસો
મા ! આપ વિદાય, રડતી નહિ !
મને દુ:ખ થાય, રડતી નહિ !
તારો આપેલ સંસ્કાર-વારસો,
જરા નહિ લજવાય, રડતી નહિ !
મા ! તેં કરેલા ઉછેર થકી તો,
મન ગર્વથી ફુલાય, રડતી નહિ !
બની છું તારા થકી હું ઊજળી,
એ કદી’ ન વીસરાય, રડતી નહિ !
‘સાગર’ સાસરિયાને સુખ આપવા,
ઓછું નહિ અંકાય, રડતી નહિ !
