STORYMIRROR

Masum Modasvi

Inspirational

2  

Masum Modasvi

Inspirational

વ્હેણમાં નૈયા

વ્હેણમાં નૈયા

1 min
13.7K


વહેતા થયેલા વ્હેણમાં નૈયા તરી રહી,

ધારે ઉછળતી મૌજની લ્હેરો વહી રહી.

ઝાકળ ઝરેલા ઝાડવે પાને તરી રહી,

ફૂલો ભરેલી ડાળની રંગત હરી રહી.

હસતા થયેલાં મુખડા નવલી પ્રભાતના,

હૈયે દબેલી આશની ધારા બની રહી.

સૌરભ ધરેલી લાગણી વાઘા નવા સજી,

ઊગતી સવારે આંખને સપના ધરી રહી.

વળગી મિલનની ચાહની હેતે ભરી લગી,

મોસમ નિખરતી ૠતની યાદો સરી રહી.

માસૂમ ફજામાં ખેલતા ઝુલો સપન ધરી,

કિંતૂ સમયની ચાલમાં આયુ ઘટી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational