STORYMIRROR

amita shukla

Inspirational Others

3  

amita shukla

Inspirational Others

વ્હાલા પપ્પા

વ્હાલા પપ્પા

1 min
310

આંખોમાં આંસુ ના આવે એવા સંવેદનશીલ રહે,

રૂમાલની જરૂરત ના પડે એવા પડછાયા બની રહે,


સ્નેહની ઉણપ ના ક્યારેય આવી મને જિંદગીમાં,

મમતાની છાવમાં ગુજારી જિંદગી મેં મારી,


શિસ્તનું અનુશાસન સમજાવી અમૂલ્ય બનાવ્યું જીવન,

કડક મિજાજમાં છૂપાયેલું રહેતું એક હસતું હાસ્ય,


એના પર તો હું ફિદા રહેતી, બાર બાર મુસ્કુરાઓ,

ખુદના કામ ખુદ કરો, આત્મનિર્ભરતા શીખવી એમને,


જિંદગીમાં કંઈકનાં જીવન બનાવ્યા ઉચ્ચ કોટિના,

એમના ડગલે ચાલવામાં છે સફળતા અનેરી,


આધ્યાત્મિકતાથી, મન લગાવ્યું ઈશ્વર સમર્પિત,

ક્યારેય ના રહેતો જનરેશન ગેપ કોઈ સાથે,


મદદની ભાવનામાં તત્પર, યુવાનને પણ શરમાવે,

લાગણીના તાંતણાંથી સજાવ્યો સ્વજનોનો મેળો,


કેમ કરીને ભૂલાશે, આત્મીયતાની પળો,

તમારાં આશીર્વાદનો છે સાથ અમો પર,


કૃપા વરસાવજો સદા અમારાં પર નિત્ય,

મુશ્કેલીઓના દોરમાં કેમ રહેવું સ્વસ્થ,


હસતાં હસતાં શીખવ્યું જિંદગી છે જંગ,

વિશ્વાસ રાખો ઈશનો, સફળ થશો સર્વદા,


જીવનના બાગને ફૂલોની જેમ ખીલવી ગયા,

ભીની ભીની સુવાસ કર્મોની છોડતાં ગયા,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational